જે બાળકોના માતાપિતા કોરોના કાળ દરમ્યાન અવસાન પામ્યા છે અથવા જે બાળકના એક વાલી (માતા-પિતા)કોરોના સમયગાળા અગાઉ અવસાન પામેલ હોય અને બીજા વાલી (માતા-પિતા) કોરોનાના સમયગાળા દરમિયાન અવસાન પામેલ હોઈ તેવા બાળકોને સહાય આપવા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલમાં મુકવામાં આવેલી છે.આ યોજનાનો લાભ આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય મળવાપાત્ર થશે. આ યોજનામાં સહાય પેટે દર માસે ર્ ૪૦૦૦/- બાળક ૧૮ વર્ષે પૂર્ણ કરે ત્યાં સુધી સહાય મળવા પાત્ર થશે આ યોજના માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, 402, બહુમાળી ભવન, ત્રીજો માળ, ભુજ-કચ્છ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૩૨-૨૫૨૬૧૩ અને ૮૨૦૦૫૪૫૧૮૩ પર સંપર્ક કરવો.
આસિસ્ટન્ટ કલેક્ટર દ્વારા જાહેર કરવા માં આવ્યું.
|  | 
| sponsored | 
 

