અમિત શાહે IFFCO નું નેનો DAP ખાતર લોન્ચ કર્યું,
આ પ્રસંગે એક સભાને સંબોધતા શાહે જણાવ્યું હતું કે, “ઇફ્કોની લિક્વિડ ડીએપી નેનો લોન્ચ એ ભારતને ખાતરના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની એક મહત્વપૂર્ણ શરૂઆત છે. અમિત શાહે માહિતી આપી હતી કે માર્ચ 2023 સુધીમાં નેનો યુરિયાની 6.3 કરોડ બોટલનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. પરિણામે, 2021-22માં દેશમાં યુરિયાની આયાતમાં સાત લાખ મેટ્રિક ટનનો ઘટાડો થયો છે, એમ તેમણે જણાવ્યું હતું. અને ભારત ભવિષ્યમાં $3 બિલિયનની બચત કરી શકે છે. આ નેનો DAP પ્રવાહી સ્વરૂપમાં 500ml બોટલમાં આવે છે અને તે 50kg સોલિડ DAP જેવું જ કામ કરે છે.